Wednesday, February 17, 2021

General Knowledge : Subject - Constitution of India Topic - Council of Ministers

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzaria'.

Subject - Constitution of India

 Topic - Council of Ministers

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે - બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – મંત્રી પરિષદ

§    બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની નિમણુક કરે છે?

જવાબ- અનુચ્છેદ-75

§    કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે?

જવાબ- રાષ્ટ્રપતિ

§    ભારતની મંત્રી પરિષદ સામુહિક રીતે કોને જવાબદાર હોય છે?

જવાબ- લોકસભા

§    ભારતના કેન્દ્રીય મંત્રીઓને ગોપનીયતાના શપથ કોણ લેવડાવે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

§    ક્યા બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદની સંખ્યા કુલ સંખ્યાના 15% થી વધુ હોવી ન જોઈએ એવું ઠેરવવામાં આવ્યું છે?

જવાબ- 91મો બંધારણીય સુધારો, 2003

§    કેન્દ્રીય મંત્રીઓના પગાર ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?

જવાબ- સંસદ

§    મંત્રી પરિષદમાં કેટલા સ્તરના મંત્રી હોય છે?

જવાબ- ત્રણ

§    મંત્રી પરિષદનો કોઈ પણ સભ્ય તેનું રાજીનામું કોને સંબોધીને આપે છે

     જવાબ- રાષ્ટ્રપતિ

§    સ્વતંત્ર ભારતની સૌપ્રથમ મંત્રીપરિષદમાં સામેલ એકમાત્ર મહિલામંત્રી કોણ હતા?

જવાબ- રાજકુમારી અમૃતકૌર

§    સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કેન્દ્રીય શિક્ષામંત્રી કોણ હતા?

જવાબ- મૌલાના અબુલ કલામ આઝાદ

§    સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કેન્દ્રીય કાયદામંત્રી કોણ હતા?

જવાબ- ડો.બાબાસાહેબ આંબેડકર

§    સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કેન્દ્રીય રક્ષામંત્રી કોણ બન્યા હતા?

જવાબ- સરદાર બલદેવસિંહ

§    ભારતના ક્યા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન બે નાયબ વડાપ્રધાન હતા

    જવાબ- મોરારજી દેસાઈ

§    સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા?

જવાબ- સરદાર વલ્લભભાઇ પટેલ

§    સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કેન્દ્રીય નાણામંત્રી કોણ હતા?

જવાબ- ડો. જોન મથાઈ

§    ફેબ્રુઆરી,૨૦૧૮ની સ્થિતિએ કુલ કેટલા વ્યક્તિ ભારતના નાયબ વડાપ્રધાન રહી ચુક્યા છે?

જવાબ- 7

§    લોકસભાના વિપક્ષના નેતાને કોની સમકક્ષ ગણવામાં આવે છે?

જવાબ- કેબિનેટ મંત્રી

§    રાજ્યસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા?

જવાબ- કમલાપતિ ત્રિપાઠી

§    લોકસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા?

જવાબ- રામસુભગસિંહ


No comments:

Post a Comment