Saturday, February 20, 2021

General Knowledge : Subject - Constitution of India, Topic - Lok Sabha

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution.

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzaria'.

Subject - Constitution of India

 Topic - Lok Sabha

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – બંધારણ.

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – લોકસભા

Ø ભારતના બંધારણમાં ક્યા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના કરવામાં આવે છે?

જવાબ- અનુચ્છેદ- 81

Ø ભારતની સૌપ્રથમ લોકસભાની રચના ક્યારે થઇ?

જવાબ- 17 એપ્રિલ,1952

Ø હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા કુલ કેટલી છે?

જવાબ- 545

Ø વર્તમાનમાં લોકસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી રાખી શકાય છે?

જવાબ- 552

Ø લોકસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?

જવાબ- 5 વર્ષ

Ø સૌપ્રથમ બજેટ ક્યા ગૃહમાં પસાર કરવામાં આવે છે?

જવાબ- લોકસભા

Ø કોઈપણ નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યા ગૃહમાં રજુ થાય છે?

જવાબ- લોકસભા

Ø લોકસભામાં સભ્યન પોતાનું રાજીનામું કોને આપે છે?

જવાબ- લોકસભાના અધ્યક્ષને

Ø લોકસભામાં અનુસુચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ક્યા રાજ્યમાં છે?

જવાબ- મધ્યપ્રદેશ

Ø પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

Ø અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યા ગૃહમાં લાવવામાં આવે?

જવાબ- લોકસભા

Ø લોકસભાના વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે?

જવાબ- બે

Ø ભૂતપૂર્વ સાંસદો માટે પેન્શન વ્યવસ્થા ક્યા વર્ષથી લાગુ કરવામાં આવી છે

     જવાબ- ..1976

Ø ક્યા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકો વધારવામાં આવી?

જવાબ- સાતમો અને એક્ત્રીસમો

Ø લોકસભમાં 1971ની વસતી ગણતરીના આધારે થયેલ બેઠક વહેંચણી ક્યાં વર્ષ સુધી યથાવત રહેશે?

જવાબ- ..2026

Ø ભારતના મૂળ બંધારણમાં લોકસભાના સભ્યોની કેટલી સંખ્યા નક્કી કરવામાં આવી હતી?

જવાબ- 500

Ø લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં આછી કેટલી ઉંમર હોવી જોઈએ?

જવાબ- 25 વર્ષ

Ø ક્યાં બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની વયમર્યાદા 21 થી ઘટાડી 18 કરવામાં આવી?

જવાબ- 61મો,1989

Ø લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

Ø પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

Ø રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે?

જવાબ- 2

Ø બંધારણનાં ક્યા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે છે?

જવાબ- અનુચ્છેદ-331

Ø બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ 18 વર્ષની ઉંમરના દરેક નાગરિક મતદાન કરી શકે છે?

જવાબ- અનુચ્છેદ-326

Ø અનિશ્ચિતકાળ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તેને શુ કહે છે?

જવાબ- સાઈનીડાઈ

Ø ભારતના ક્યા રાષ્ટ્રપતિ પૂર્વમાં લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યાં છે?

જવાબ- નીલમ સંજીવ રેડ્ડી

Ø લોકસભા અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

Ø લોકસભા ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે?

જવાબ- લોકસભાના અધ્યક્ષ

Ø ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશેની જોગવાઈ કરવામાં આવી છે?

જવાબ- અનુચ્છેદ -93

Ø ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા આપેલ છે?

જવાબ- અનુચ્છેદ -94

Ø કોઈપણ ખરડો નાણાકીય છે કે નહિ? તે કોણ નક્કી કરે છે?

જવાબ- લોકસભા અધ્યક્ષ

Ø લોકસભાનાં મહાસચિવની નિમણૂક કોણ કરે છે?

જવાબ- લોકસભા અધ્યક્ષ

Ø લોકસભા સચિવાલય કોના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે?

જવાબ- લોકસભા અધ્યક્ષ

Ø લોકસભાના ક્યા અધ્યક્ષ સામે સૌપ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો?

જવાબ- કે.એસ.હેગડે

Ø અગ્રતા યાદીમાં લોકસભાના અધ્યક્ષનું સ્થાન કેટલામું છે?

જવાબ- સાતમું

Ø ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા?

જવાબ- ગણેશ વાસુદેવ માવળંકર

Ø ભારતની પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ કોણ હતા?

જવાબ- અનંતશયનમ આયંગર

Ø કોને લોકસભાના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

જવાબ- ગણેશ વાસુદેવ માવળંકર

Ø નવી લોકસભાના સભ્યોને શપથ કોણ લેવડાવે છે?

જવાબ- પ્રોટેમ સ્પીકર

Ø ..1925માં કોણ સૌપ્રથમ ચૂંટાયેલ ભારતીય અધ્યક્ષ બન્યા હતા?

જવાબ- વિઠલભાઈ પટેલ

Ø ..2018ની સ્થિતિએ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન કેટલામાં અધ્યક્ષ છે?

જવાબ- 17

Ø કોઈપણ દિવસે લોકસભામાં કેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકાય છે?

જવાબ- 20

Ø ફેબ્રુઆરી,2018ની સ્થિતિએ કેટલામી લોકસભા કાર્યરત છે?

જવાબ- 16 મી

Ø ભારતમાં કોના દ્વારા લોકસભામાં બજેટ રજુ કરવામાં આવે છે?

જવાબ- ભારતના નાણામંત્રી

Ø લોકસભાની સૌપ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઇ?

જવાબ- ..1952

Ø લોકસભામાં સૌથી વધુ બેઠકો ક્યાં રાજ્યની છે?

જવાબ- ઉત્તરપ્રદેશ

Ø લોકસભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી?

જવાબ- 13 મે,1952

Ø કેટલામી લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો?

જવાબ- પાંચમી

Ø લોકસભામાં ઉત્તરપ્રદેશ રાજ્યની બેઠકો કુલ કેટલી છે?

જવાબ- 81

Ø ..1976માં ક્યાં બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરાયો હતો?

જવાબ- 42 માં બંધારણીય સુધારાથી

Ø ક્યા વર્ષે થયેલા 44 માં બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ પુનઃ 5 વર્ષનો કરવામાં આવ્યો?

જવાબ- ..1978 

 

No comments:

Post a Comment