Education Saurabh: Gujarati
Our topic today is - Gender
Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.
Subject - Gujarati
Topic - Gender
શિક્ષણ સૌરભ : ગુજરાતી
આજનો આપણો ટોપિક છે –
લિંગ
નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા
સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત
લેતા રહેશો.
વિષય - ગુજરાતી
ટોપિક – લિંગ
ગુજરાતી ભાષમાં ત્રણ જાતિ (લિંગ) છે.
1.નરજાતિ 2.નારીજાતિ 3.નાન્યતર જાતિ.
( હવે તેને સ્ત્રીલિંગ,પુંલ્લિંગ,નપુંસકલિંગ પણ કહે છે. )
1. જે નામો
નરના વર્ગ કે જાતિને સૂચવે તે નરજાતિના નામો કહેવાય છે.
ઉદાહરણ : સિંહ, મોર, છોકરો, પુરુષ વગેરે
2.
જે નામો નારીના વર્ગ કે જાતિને
સૂચવે તે નારીજાતિના નામો કહેવાય છે.
ઉદાહરણ : સિંહણ, ઢેલ, છોકરી, સ્ત્રી વગેરે.
3.
જે નામો નહિ નર કે નહિ નારી એવી
જાતિ સૂચવે તે નાન્યતરજાતિના નામો કહેવાય છે.
ઉદાહરણ : છોકરું, કૂતરું, વાંદરું વગેરે.
v નામની જાતિ ઓળખવાની રીત :
Ø
નરજાતિમાં એકવચનના નામને છેડે મહદંશે ‘ઓ’ પ્રત્યય હોય છે. અથવા
Ø
જે શબ્દોની પાછળ મોટે ભાગે ‘ઓ’ પ્રત્યય લાગેલો હોય તેને
પુંલ્લિંગ કહે છે.
Ø
દા.ત. : છોકરો, ઓટલો, ટોપલો, તકિયો
Ø
અપવાદ - નારીજાતિ : ઘો, છો નાન્યતરજાતિ : મોં
Ø
નારીજાતિમાં એકવચનના નામને છેડે મહદંશે ઇ,ઈ કે આ પ્રત્યય હોય છે.
Ø
જે શબ્દોની પાછળ મોટે ભાગે ઇ,ઈ કે આ પ્રત્યય લાગેલો હોય તેને સ્ત્રીલિંગ કહે છે.
Ø
દા.ત. : નીતિ, કીર્તિ, લીટી, બાળા, રમા, માતા
Ø
અપવાદ - નરજાતિ: કવિ, રવિ, હરિ, હાથી, પિતા, રાજા, દેવતા
Ø
નાન્યતરજાતિમાં એકવચનના નામને છેડે મહદંશે ‘ઉં’ પ્રત્યય હોય છે.
Ø
જે શબ્દોની પાછળ મોટે ભાગે ‘ઉં’ પ્રત્યય લાગેલો હોય તેને નાન્યતર જાતિ કહે છે.
Ø
દા.ત. : ઘેટું, ગાડું, છોકરું, માથું
Ø
અપવાદ - નરજાતિ : ઘઉં
v
યાદ રાખો : શબ્દમાં લિંગને ઓળખવા
માટે ’કેવો’
‘કેવી’ કે ‘કેવું’ જેવા પ્રશ્ન પૂછવાથી
લિંગ વિષે સરળતાથી જાણી શકાય છે .
Ø જે નામને
છેડે અનુસ્વાર વિના ‘ઉ’ આવે તે
નામો ત્રણમાંથી કોઈ પણ જાતિમાં આવે છે.
Ø
નરજાતિ : ગુરુ, પ્રભુ, વાયુ, સિંધુ
Ø
નારીજાતિ : વસ્તુ, વહુ, ઋતુ
Ø
નાન્યતરજાતિ : તરું, પશુ, વરુ
Ø ગામ કે
શહેરના નામ ઘણુંખરું નાન્યતરજાતિમાં વપરાય છે.
Ø
દા. ત. : સુરત, ભરૂચ, કાશી વગેરે.
Ø કેટલાક
શબ્દોની જોડણી સરખી હોવા છતાં અર્થ
અને જાતિ જુદાજુદા હોય છે.
Ø
દા.ત. : હાર (નરજાતિ) ગળામાં પહેરવાનું ઘરેણું
(નારીજાતિ) પરાજય,પંક્તિ,લીટી
જાન (નરજાતિ) જીવ
(નારીજાતિ) લગ્નની જાન
No comments:
Post a Comment