Wednesday, March 3, 2021

Education Saurabh: Subject - Gujarati Topic : singular - plural

 Education Saurabh: Gujarati

        Today's topic is singular-plural

      Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Gujarati

 Topic : singular - plural


શિક્ષણ સૌરભ : ગુજરાતી  

        આજનો આપણો ટોપિક છે – એકવચન-બહુવચન 

      નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ  તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ગુજરાતી  

ટોપિક – એકવચન - બહુવચન  


વચન : સંજ્ઞા વડે દર્શાવાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એ એક છે કે વધુ એવો ભેદ વચનવડે દર્શાવાય છે.

એકવચન : જયારે કોઈ શબ્દ બોલવાથી તે એકજ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય  ત્યારે તે શબ્દ એકવચનકહેવાય છે.

              ઉદાહરણ : બાળક, પાટલી, વૃક્ષ, ઘોડો, હાથી, વિદ્યાર્થી વગેરે.

બહુવચન : જયારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ બહુવચનકહેવાય છે.

            ઉદાહરણ : બાળકો, પાટલીઓ, વૃક્ષો, ઘોડા, પુસ્તકો, કીડીઓ વગેરે

v નામનું બહુવચન કેવી રીતે બને છે.

Ø નામને અંતે ઓ પ્રત્યય લગાડવાથી બહુવચનનું રૂપ બને છે .

ઉદાહરણ : એકવચન - છોકરો    બહુવચન - છોકરાં, છોકરાઓ

Ø ઘણી વાર એકવચનનું રૂપ બહુવચનમાં એ જ રૂપમાં વપરાય છે.

ઉદાહરણ : તેને ઘણી ગાય દાનમાં આપી. (ઘણી ગાયો) 


No comments:

Post a Comment