Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Monday, March 1, 2021

Education Saurabh: Sub- Gujarati, Topic - Noun and its types

 Education Saurabh: Sub-Gujarati

        Our topic today is - nouns and their types

      Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Gujarati

 Topic - Noun and its types 

શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી  

        આજનો આપણો ટોપિક છે – સંજ્ઞા અને તેના પ્રકારો

      નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ  તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ગુજરાતી  

 ટોપિક –  સંજ્ઞા અને તેના પ્રકારો 

v સંજ્ઞા  (નામ) :

જે પદ પ્રાણી, પદાર્થ, ગુણ, ક્રિયા, લાગણી કે સ્થિતિને ઓળખવા માટે વપરાય છે તેને સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ : હિમાલય, નર્મદા, ફૂલ  વગેરે

v સંજ્ઞાના કુલ પાંચ પ્રકાર છે.

1.   જાતિવાચક સંજ્ઞા :

વ્યક્તિઓ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે. 

ઉદાહરણ: નદી,પર્વત,સરોવર,ઝાડ,પ્રાણી,વિદ્યાર્થી,શાળા,પુસ્તક,વગેરે

 નદી આપણી લોકમાતા છે .

ઝાડ આપણને ખૂબ ઉપયોગી છે.

મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.

2.   વ્યક્તિવાચક સંજ્ઞા :

કોઈ ચોક્કસ વ્યક્તિ,પ્રાણી,પદાર્થ કે સ્થળ વગેરેને ઓળખવા માટે પાડેલા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે .

ઉદાહરણ : ગાંધીજી,મીરા,કબીરવડ,નળસરોવર,હિમાલય,ભાવનગર,તાજમહાલ,અડાલજની વાવ, નર્મદાનદી, ગિરનાર વગેરે

 ગિરનાર એ જોવાલાયક સ્થળ છે

ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે.

હિમાલય સૌથી ઉંચો પર્વત છે. 

3.   દ્રવ્યવાચક સંજ્ઞા :

જે નામ પ્રવાહી,ખનીજ,ધાતુ,અનાજ,બાંધકામ,ખાવાપીવાની ચીજો માટે વપરાય છે.તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે.

ઉદાહરણ:ઘી,પાણી,તેલ,મધ,ઘઉં,ચોખા,મગ,દાળ,તાંબુ,સોનું,લાકડું,કોલસો,ખીર, માટી,ચૂનો વગેરે

સોનું ઘણું કીમતી હોય છે.

ઘી આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે.

 પડિયામાં ખીર હતી.

4.   સમુહવાચક સંજ્ઞા :

જે નામ પ્રાણી કે પદાર્થના આખા સમૂહ માટે વપરાય છે તેને સમુહવાચક સંજ્ઞા કહે છે.

  ઉદાહરણ : સભા, સરઘસ, વણજાર, ટોળું, કાફલો, સૈન્ય, ઢગલો, મેળો વગેરે

ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો છે.

રસ્તા ઉપર મોટું ટોળું છે

 કાફલો બગદાદ તરફ જાય છે.

5. ભાવવાચક સંજ્ઞા :

 જે પદાર્થને જોઈ કે સ્પર્શી ન શકાય પણ કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને ભાવવાચક સંજ્ઞા કહે છે.

ઉદાહરણપ્રેમ,દુખ,આનંદ,ઊંઘ,ડહાપણ,ખટાશ,લોભ,શોખ,ભલાઈ,ગળપણવગેરે

લોભ પાપનું મૂળ છે.

ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે.

હંમેશા આનંદમાં રહો.


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર