General Knowledge - Reconstruction of States
Our topic today is the Constitution
General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.
Subject - Constitution of India
Topic - Reconstruction of States
સામાન્યજ્ઞાન -
રાજ્યોની પુનઃરચના
આજનો આપણો ટોપિક છે - બંધારણ
દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના
વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં
તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી
થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા
હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો..
વિષય - ભારતીય બંધારણ
ટોપિક – રાજ્યોની પુન:રચના
v આઝાદી સમયે ભારતમાં આશરે
કેટલા દેશી રાજ્યો હતા?
જવાબ- 562
v સૌપ્રથમ ભાષા આધારિત ક્યા
રાજ્યની રચના કરવામાં આવી?
જવાબ- આંધ્રપ્રદેશ
v આંધ્રપ્રદેશ રાજ્યની રચના
ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ- 1 ઓક્ટોબર,1953
v ઘર આયોગની રચના ક્યારે
કરવામાં આવી હતી?
જવાબ- જૂન,1948
v J.V.P.સમિતિની રચના ક્યારે
કરવામાં આવી ?
જવાબ- ડિસેમ્બર,1948
v મૂળ બંધારણમાં રાજ્યને
કેટલા વર્ગોમાં વહેચવામાં આવ્યા હતા?
જવાબ- 4
v રાજયપુનર્ગઠન આયોગની રચના
ક્યારે કરવામાં આવી હતી?
જવાબ- ઈ.સ.1953
v રાજયપુનર્ગઠન આયોગનાં
અધ્યક્ષ કોણ હતા?
જવાબ- જસ્ટિસ ફઝલઅલી
v ક્યા રાજ્યના
વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીએ મહત્વનો ફાળો ભજવ્યો હતો?
જવાબ- હૈદરાબાદ
v રાજયપુનર્ગઠન આયોગ
અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?
જવાબ- ઈ.સ.1956
v રાજયપુનર્ગઠન આયોગ
અધિનિયમ,1956 પછી રાજ્ય અને
કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા કેટલી હતી?
જવાબ- 14 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો
v કોણ પોર્ટુગીઝ શાસન
હેઠળના ગોવાને ‘ભારતના મોઢા ઉપરનો ખીલ’કહેતા હતા?
જવાબ- રામમનોહર લોહિયા
v તેલંગાણા રાજ્યની રચના
ક્યારે કરવામાં આવી?
જવાબ- 2 જૂન,2014
v તેલંગાણા ભારતનું
કેટલામું રાજય બન્યું?
જવાબ- 29
v સિક્કિમ રાજ્યની રચના
ક્યારે કરવામાં આવી હતી?
જવાબ- ઈ.સ.1975
v હિમાચલ પ્રદેશ રાજ્યની
રચના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ- ઈ.સ.1971
v ક્યા અનુચ્છેદ મુજબ
સંસદને ‘નાગરિકતા’ અંગે કાયદો બનાવવાની સતા
પ્રાપ્ત છે?
જવાબ- અનુચ્છેદ-11
v કેટલા વર્ષ સુધી સતત બહાર
રહેવા પર નાગરિકતા સમાપ્ત થઇ જાય છે?
જવાબ- 7
v વર્તમાનમાં કોને ભારત સરકાર
દ્વારા બેવડી નાગરિકતા આપવામાં આવી છે?
જવાબ- OCI
v ‘એકલ નાગરિકતા’ નો સિદ્ધાંત ક્યા દેશના
બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જવાબ- બ્રિટન
v ક્યા દિવસને ‘પ્રવાસી ભારતીય દિવસ’ તરીકે માનવવામાં આવે છે?
જવાબ- 9 જાન્યુઆરી
v સૌપ્રથમ વખત ‘પ્રવાસી ભારતીય દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો
હતો?
જવાબ- 9 જાન્યુઆરી,2003
v મૂળ બંધારણમાં ભારતના
લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા હતા?
જવાબ- 7
v ભારતના બંધારણ દ્વારા હાલમાં
કુલ કેટલા મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે?
જવાબ- 6
v મૂળભૂત અધિકારોને સ્થગિત
કરવાની સત્તા કોની પાસે છે?
જવાબ- રાષ્ટ્રપતિ
v 1978માં ક્યા બંધારણીય સુધારા
દ્વારા ‘મિલકતનો અધિકાર’ નાબુદ કરવામાં આવ્યો?
જવાબ- 44 મા
v ભારતના બંધારણના ક્યા
ભાગને ‘ભારતનો મેગ્નાકાર્ટા’ કહે છે?
જવાબ- ભાગ-3
v ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ વખત ક્યારે મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી હતી?
જવાબ- ઈ.સ.1895
v મૂળભૂત અધિકારોનો સંરક્ષક
કોણ ગણાય છે?
જવાબ- સર્વોચ્ચ અદાલત
v બંધારણનાં ક્યા
અનુચ્છેદમાં ‘અવસરની સમાનતા’ ની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-16
v બંધારણનાં ક્યા
અનુચ્છેદમાં ‘અસ્પૃશ્યતા નિવારણ’ની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-17
v મૂળભૂત અધિકારો પર જરૂરી
પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે?
જવાબ- સંસદ
v બંધારણનાં ક્યા
અનુચ્છેદમાં ‘ઈલકાબોની નાબૂદી’ ની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-18
v બંધારણનાં ક્યા
અનુચ્છેદમાં ‘પ્રેસની સ્વતંત્રતા ’નો સમાવેશ થઇ જાય છે? જવાબ- અનુચ્છેદ-19
v અનુચ્છેદ-19માં ક્યા બંધારણીય સુધારા
દ્વારા સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા ઉમેરવામાં આવી ?
જવાબ- 97 માં બંધારણીય સુધારા
દ્વારા, 2011
v મૂળ બંધારણમાં અનુચ્છેદ 19માં કેટલા પ્રકારની
સ્વતંત્રતાઓ હતી?
જવાબ- 7
v હાલમાં બંધારણના અનુચ્છેદ
19માં કુલ કેટલા પ્રકારની
સ્વતંત્રતાઓ આપવામાં આવી છે?
જવાબ- 6
v બંધારણનાં ક્યા
અનુચ્છેદમાં ‘દોષ-સિદ્ધિમાં રક્ષણ’ ની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-20
v ‘કોઈ પણ વ્યકિતને એક ગુના
માટે એક થી વધુ વાર સજા આપી શકાય નહિ ’ એવી જોગવાઈ બંધારણનાં
ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-20
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘જીવન જીવવાના અધિકાર’ની સ્વતંત્રતા આપવામાં
આવી છે?
જવાબ- અનુચ્છેદ-21
v બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના
શોષણ સબંધિત છે?
જવાબ- અનુચ્છેદ-24
v ઈ.સ. 2002માં ક્યા બંધારણીય સુધારા
દ્વરા અનુચ્છેદ 21(A) ઉમેરવામાં આવ્યો?
જવાબ- 86મા બંધારણીય સુધારા
દ્વારા
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો
અધિકાર’આપવામાં આવ્યો છે?
જવાબ- અનુચ્છેદ-21(A)
v ભારતના બંધારણમાં
અનુચ્છેદ-32માં ક્યા મૂળભૂત અધિકારનો
ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
જવાબ- બંધારણીય ઈલાજોનો અધિકાર
v ડો.બાબાસાહેબ આંબેડકરે
બંધારણના ક્યા અનુચ્છેદને ‘બંધારણની આત્મા અને હદય’ કહ્યું છે?
જવાબ- અનુચ્છેદ-32
v ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ‘બંધારણીય ઈલાજોનાં ઉપચાર’ની જોગવાઈ દર્શાવે છે?
જવાબ- અનુચ્છેદ-32
v મૂળભૂત અધિકારોને લાગુ
કરવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા કેટલા પ્રકારની રીટ બહાર પાડવામાં આવે છે?
જવાબ- 5
v વ્યક્તિગત સ્વતંત્રતાના
રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કાઈ રીટ આપવામાં આવે છે?
જવાબ- હેબિયસ કોર્પસ
v ગેરકાયદેસર સરકારી હોદાને
પચાવી પાડવાનાં વિરુદ્ધમાં કઈ રીટ આવે છે? જવાબ- કૉ વોરંટો
v સંપતિનો અધિકાર એ ક્યા
પ્રકારનો અધિકાર છે?
જવાબ- કાયદાકીય અધિકાર
v મત આપવાનો અધિકાર એ ક્યા
પ્રકારનો અધિકાર છે?
જવાબ- નાગરિક અધિકાર
v કોણે રાજ્યનીતિના
માર્ગદર્શક સિદ્ધાંતોને ‘બંધારણનું વિશિષ્ટ લક્ષણ’ કહ્યું છે? જવાબ- ડો.બાબાસાહેબ આંબેડકર
v ભારતના બંધારણના ક્યા
ભાગનો ઉદેશ્ય ‘કલ્યાણકારી રાજ્ય’ સ્થાપવાનો છે? જવાબ- ભાગ-4
v કોને નીતિનિર્દેશક
સિદ્ધાંતોને ‘દેશના શાસનના પાયારૂપ
સિદ્ધાંતો કહ્યા છે? જવાબ- ડો.બાબાસાહેબ આંબેડકર
v બંધારણના ક્યા
અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગારની
જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-39
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે?
જવાબ- અનુચ્છેદ-51
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘કામ મેળવવાના અધિકાર’ નો સમાવેશ કરવામાં આવ્યો
છે?
જવાબ- અનુચ્છેદ-41
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘કોમન સિવિલ કોડ’ની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ- 44
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘દારૂ બંધી’ અંગેની જોગવાઈ કરવામાં
આવી છે?
જવાબ- અનુચ્છેદ- 47
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘ગૌ હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે?
જવાબ- અનુચ્છેદ- 48
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોનાં રક્ષણની જોગવાઈ છે?
જવાબ- અનુચ્છેદ- 49
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ન્યાયપાલિકાને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ છે?
જવાબ- અનુચ્છેદ- 50
v ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં ‘મૂળભૂત ફરજો’નો ઉલ્લેખ કરવામાં આવ્યો
છે?
જવાબ- અનુચ્છેદ-51(A)
v ભારતના બંધારણમાં કુલ
કેટલી ‘મૂળભૂત ફરજો’ છે?
જવાબ- 11
v ભારતના બંધારણમાં 1976નાં ક્યા બંધારણીય
સુધારાથી ‘મૂળભૂત ફરજો’ ઉમેરવામાં આવી છે?
જવાબ- 42
v 42માં બંધારણીય સુધારા,1976થી ભારતના બંધારણમાં કુલ
કેટલી ‘મૂળભૂત ફરજો’ ઉમેરવામાં આવી?
જવાબ- 11
v 11મી મૂળભૂત ફરજ ક્યાં
બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી?
જવાબ- 86માં બંધારણીય સુધારો, 2002
v ક્યા દિવસને ‘મૂળભૂત ફરજ દિન’ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ- 6 જાન્યુઆરી
v કઈ સમિતિની ભલામણથી
ભારતમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
જવાબ- સ્વર્ણસિંહ સમિતિ
No comments:
Post a Comment