Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Monday, February 15, 2021

General Knowledge: Subject - Constitution of India Topic - Vice President

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.

Subject - Constitution of India

 Topic - Vice President

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે - બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – ઉપરાષ્ટ્રપતિ

v ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ- ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

v સતત બે વખત ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા હતા?

જવાબ- ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

v ભારતના ક્યા ઉપરાષ્ટ્રપતિનું અવસાન હોદ્દા પર હતા ત્યારે થયું હતું?

જવાબ- કૃષ્ણકાન્ત

v ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે

    જવાબ- અનુચ્છેદ-63

v ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે?

જવાબ- અનુચ્છેદ-64

v ભારતના ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

v ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

v ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે?

જવાબ- અમેરિકા

v ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?

જવાબ- 35 વર્ષ

v વેકૈયા નાયડુ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ છે?

જવાબ- 13

v ભારતનો ઉપરાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર ક્યા ગૃહમાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ?

જવાબ- રાજ્યસભા

v ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારે કેટલી ડિપોઝીટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાની હોય છે?

જવાબ- 15000

v ભારતના ઉપરાષ્ટ્રપતિને તેના કાર્યકાળ સમાપ્ત થતાં પહેલા હોદ્દા પરથી હટાવવાની સત્તા કોની પાસે છે?

જવાબ- સંસદ

v ભારતના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ ક્યા ગૃહમાં લાવી શકાય છે?

જવાબ- રાજ્યસભા

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર