Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Thursday, February 25, 2021

General Knowledge : Subject - Constitution of India, Topic - Crisis

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Constitution of India

Topic - Crisis

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ભારતીય બંધારણ    

 ટોપિક –  કટોકટી

*    ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે?

જવાબ-   ત્રણ

*    ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે થઇ હતી?

જવાબ-  26 ઓક્ટોબર,1962

*    ભારતમાં સૌપ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે થઇ?

જવાબ-  25 જૂન,1975 

*    કટોકટી દરમિયાન ક્યા મૂળભૂત અધિકારોની સમાપ્તિ થતી નથી?

જવાબ-  અનુચ્છેદ-20 અને અનુચ્છેદ-21

*    બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટી અંગેની જોગવાઈ છે?

જવાબ-  અનુચ્છેદ-352

*    બંધારણના ક્યા અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ છે?

જવાબ-  અનુચ્છેદ-356

*    બંધારણના ક્યા અનુચ્છેદમાં નાણાકીય કટોકટી અંગેની જોગવાઈ છે?

જવાબ-  અનુચ્છેદ-360

*    રાષ્ટ્રપતિ દ્વારા અત્યાર સુધી કેટલી વખત કટોકટીની જાહેરાત કરવામાં આવી છે?

જવાબ-  ત્રણ

*    રાષ્ટ્રપતિ દ્વારા અત્યાર સુધી બાહ્ય આક્રમણનાં સમયે કેટલી રાષ્ટ્રીય કટોકટી  જાહેર કરી છે?

જવાબ-  બે વાર

*    આંતરિક અશાંતિના આધારે રાષ્ટ્રપતિએ અત્યાર સુધી કેટલી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે?

જવાબ-  એક વાર

*    ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું?

જવાબ-  પંજાબ

*    ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું? 

    જવાબ-  20 જૂન,1951

*    અત્યાર સુધી ભારતમાં કેટલી વખત નાણાકીય કટોકટીની જાહેરાત કરવામાં આવી?

જવાબ-  એકપણ વખત નહિ

*    સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યા વડાપ્રધાનનાં સમય દરમિયાન લાગુ કરવામાં આવ્યું હતું?

જવાબ-  ઇન્દિરા ગાંધી (50 વખત)

*    સૌથી ઓછું રાષ્ટ્રપતિ શાસન ક્યા વડાપ્રધાનનાં સમયમાં લાગુ કરવામાં આવ્યું હતું?

જવાબ-  લાલબહાદૂર શાસ્ત્રી (2 વખત)

*    પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ-  ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

*    બીજી રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ-  વી.વી.ગિરિ

*    ત્રીજી રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ-  ફકરૂદ્દીન અલી અહમદ

*    ભારતના ક્યા રાજ્યમાં સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું?

જવાબ-  પંજાબ (1982-1987)

*    ભારતના ક્યા રાજ્યમાં સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું?

જવાબ-  કર્ણાટક (7 દિવસ)

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર