Education Saurabh: Subject- Gujarati
Our topic today is punctuation marks
Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.
Subject - Gujarati
Topic - Punctuation marks
શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી
આજનો આપણો ટોપિક છે – વિરામ ચિહ્નો
નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા
સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત
લેતા રહેશો.
વિષય - ગુજરાતી
ટોપિક – વિરામ ચિહ્નો
વિરામચિહ્નો : ખાસ કરીને
અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નો આવશ્યક છે.
નોંધ : વિરામચિહ્નો જો યોગ્ય રીતે મુકવામાં ન આવે તો અર્થ નો અનર્થ થઇ જાય છે. ઉદાહરણ :
ભણવામાં ધ્યાન રાખશો, નહીં રાખો
તો નાપાસ થશો.
ભણવામાં ધ્યાન રાખશો નહીં, રાખો તો નાપાસ થશો.
1. પૂર્ણવિરામ : ( . )
v વાક્યમાં એક કથન કે વિચાર
પૂર્ણ થાય ત્યારે વાક્ય પૂરું થતું દર્શાવવા
પૂર્ણવિરામ મુકવું પડે છે.
-
કાશી નગરીમાં એક મોચી
રહેતો હતો.
-
અકબર મહાન બાદશાહ હતો.
-
આ મારી શાળા છે.
v વાક્યને (સંક્ષેપમા) ટૂંકાવીને લખવા હોય ત્યારે પૂર્ણવિરામ વપરાય છે.
-
લિ. (લિખિતંગ)
-
કિ.ગ્રા. (કિલોગ્રામ)
-
તા. (તારીખ)
v આંકડા કે મૂળાક્ષારનાં સંકેતો કૌસમાં ન હોય ત્યારે પૂર્ણવિરામ વપરાય છે.
- 1. વસ્તડી 2. દાહોદ ક. ગુજરાત ખ. રાજસ્થાન
v વ્યક્તિ,સંસ્થા,પદવી,ઈલકાબ વગેરેનું સંક્ષિપ્ત
રૂપ લખતી વખતે પૂર્ણવિરામ મુકાય છે.
-
1. જી.કે.કણઝરીયા 2. યુ.જી.સી. 3. એમ.એ.,બી.એડ. 4. પી.એમ.
2.અલ્પવિરામ ( , )
જયારે વાક્યમાં પૂરેપૂરું
નહિ પણ અલ્પ અટકવાનું અનિવાર્ય હોય ત્યાં અલ્પવિરામ મુકાય છે.
v સંબોધનાર્થે વપરાયેલ પદ
પછી અલ્પવિરામ મુકાય છે.
-
જિજ્ઞાસા, આમ આવ.
-
સાહેબ, તમે કાલે અવશો ને?
v નામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે
છેલ્લા સિવાય દરેક પછી અલ્પવિરામ મુકાય છે.
-
પ્રાચી, નિર્મળ, કૃતિ અને જિજ્ઞાસા પુસ્તકાલયમાં ગયા.
v ‘કેમ કે’, અને ‘કારણ કે’ ની પહેલા અલ્પવિરામ મુકાય
છે.
-
અપેક્ષા આજે નથી આવી,કારણ કે તે બિમાર છે.
v ટૂંકમાં, ખરેખર, પ્રતિ, એટલે કે, જેમ કે, અલબત વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે.
-
ટૂંકમાં,સત્ય હંમેશા કડવું હોય છે.
v ના, હા, જી, કેમ, કાં, નહીં વગેરે જો વાક્યની શરૂઆતમાં હોય તો દરેકની પછી
અલ્પવિરામ મુકાય છે.
-
ના, હું આજે શાળાએ નહિ આવું.
-
હા,એ સુવિચાર મેં જ લખ્યો છે.
v દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની
જરૂર પડે ત્યારે અલ્પવિરામ મુકાય છે.
-
માજી સવારે વહેલા ઊઠે,પાણી ભરે,તુલસીને પાણી પાય,અને દેવદર્શને જાય.
-
હું વહેલો પરવારી, ભિક્ષા માંગી લાવી, જમીને જ ગયેલો.
v અવતરણ ચિન્હો વાપરતા
પહેલા અલ્પવિરામ મુકવામાં આવે છે.
-
રામ બોલ્યા, “ પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું.”
v વાક્યમાં તારીખ લખતી વખતે
વાર,મહિનો દર્શાવતા શબ્દના
છેડે અલ્પવિરામ મુકાય છે.
-
શુક્રવાર,૨૪ નવેમ્બર,૨૦૧૭
3. પ્રશ્નચિહ્ન (પ્રશ્નાર્થચિહ્ન) ( ? )
v વાક્યમાં પ્રશ્નનો ભાવ
હોય અથવા કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે પ્રશ્નચિહ્ન મુકવામાં આવે છે.
( ‘ક્યા’, ‘કેમ’, ‘કેવું’ ‘શા માટે’, ‘કોણ’, ‘કોનું’, ’કઈ’ વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. )
-
કેમ મૂંગા થઇ ગયા?
-
મોચીભગત સ્વભાવે કેવા હતા?
-
આ પુસ્તક કોનું છે?
4.ઉદ્દગારચિહ્ન ( ! )
v નવાઈ, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્દગારચિહ્ન વપરાય
છે.
-
જોયું તો ઓજાર બધાં સોનાનાં !
-
ત્વદીય પાદપંકજં નમામિ દેવી નર્મદે !
-
વાહ ! શી કમળની શોભા !
v ક્યારેક કટાક્ષ કરવા માટે
વાક્યમાં ઉદ્દગારચિહ્ન વપરાય છે.
-
તું તો બહુ બહાદૂર ! સસલી જોઇને ભાગ્યો !
5. ગુરુવિરામ ( : )
v યાદી આપવી હોય,વર્ણ કરવું હોય,ગણતરી કરવી હોય કે અવતરણ આપવું હોય ત્યારે
ગુરુવિરામ મુકાય છે.
-
વર્ણ ચાર છે : બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્ર.
v નાટકના સંવાદમાં
ગુરુવિરામ મુકાય છે.
-
જનક : આ શિવજીનું ધનુષ્ય છે.
v કોઈના કહેલા શબ્દો શરુ
કરતા પહેલાં આ ચિહ્ન વપરાય છે.
-
શિક્ષકે કહ્યું : “ કાલે રામનવમીની રજા છે.”
6. અર્ધવિરામ ( ; )
v વાક્યમાં જ્યાં
અલ્પવિરામથી વધુ અને પૂર્ણવિરામથી ઓછું અટકવાનું હોય ત્યાં અર્ધવિરામ મુકાય છે.
-
તે ખૂબ જ વાંચતો; તેથી તે પાસ થયો.
v લાંબુ વાક્ય હોય અને એ
વાક્યના બે કે તેથી વધુ ઉપજૂથ થતા હોય ત્યારે તેમાં આવતા સ્વતંત્ર ઉપવાક્યોને અંતે
આ ચિહ્ન મુકાય છે.
-
રામ,લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન એ દશરથના; યુધિષ્ઠિર,ભીમ.અર્જુન,સહદેવ,નકુલ એ પાંડુના અને દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ વગેરે ધૃતરાષ્ટ્રનાં પુત્રો હતા.
1. લઘુરેખા ( - )
v શબ્દોને છૂટા પાડવા કે
અલગ અલગ દર્શાવવા માટે લઘુરેખા વપરાય છે.
-
માતા-પિતા, સુખ-દુઃખ
v સમાનર્થી શબ્દો, ભાવવાચક સંજ્ઞા વગેરેને લખવા લઘુરેખા વપરાય છે.
-
નિશા-રાત્રી ગરીબ-ગરીબાઈ
v છેડે જગ્યા પૂરી થઇ ગઈ
હોય ત્યારે લીટીની અંતે શબ્દને પદ પ્રમાણે તોડવા માટે લઘુરેખા વપરાય છે.
2. ગુરુરેખા (—)
v વાક્યમાં વધુ સ્પષ્ટતા
માટે ઉમેરણ કરવાનું હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે.
-
રામે રાવણ સામે જોયું — વેધક દ્રષ્ટિથી
v વિચારમાં પલટો આવે ત્યારે
ગુરુરેખા ચિહ્ન વપરાય છે.
-
તમે તો આવજો જ — તમારા મિત્રને પણ લાવજો.
3. લોપચિહ્ન ( ’ )
v જ્યાં કોઈ અક્ષર કે
આંકડાનો લોપ થયો હોય ત્યાં લોપ દર્શાવવા આ ચિહ્ન વપરાય છે. લોપ ચિહ્ન શબ્દ કે આંકડાની પહેલાં, ઉપરના ભાગમાં વપરાય છે.
-
ગાતા’તાં માં ‘હ’ નો લોપ થયો છે. જેમ કે, ગાતા હતાં
-
12-3-’09 માં 20 નો લોપ થયો છે. જેમ કે, 12-3-2009
4. કાકપદ ઘોડી ( ˆ )
v વાક્યમાં કશુંક રહી ગયું
હોય તો તે ઉમેરવા આ ચિહ્ન વપરાય છે.
ખાડામાં
-
રાહુલ ˆ પડતાં બચી ગયો.
5. એજન ( ,, )
v ઉપરની દર્શાવેલી વિગત
નીચે એ જ રીતે લખવાની હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે.
-
કરમશીભાઈ કણઝરીયા
-
રસિકભાઈ ,, ,,
6. કૌંસ ( ), { }, [
]
v મોટા ભાગે સ્પષ્ટતા કરવા
લઘુ કૌંસ વપરાય છે.
-
કલાપી એનું (શોભનાનું) દુઃખ જોઈ શકતા ન હતા.
-
બાળકોને જુથમાં (સમૂહમાં) ગમે છે.
7. અવતરણ ચિહ્નો
( ‘….’
, “…..” )
v કોઈ વ્યક્તિએ કહેલું
વાક્ય બેવડાં અવતરણચિહ્નોની વચ્ચે દર્શાવવામાં આવે છે.
-
મોચીએ કહ્યું, “હું તમાકુ પીતો નથી, મહારાજ.”
-
સાધુ કહે, “સીવી દો તો શું લો?”
v જયારે વાક્યમાંનાં
મહત્વના શબ્દ, કર્તાનું ઉપનામ, પુસ્તકનું નામ વગેરેનો નિર્દેશ કરવાનો હોય
ત્યારે એકવડાં અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે.
-
ભારતનું રાષ્ટ્રીય પક્ષી ‘મોર’ છે.
-
ગાંધીજીની આત્મકથાનું નામ ‘સત્યના પ્રયોગો’ છે.
-
કવિ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ ‘મધુરમ’ છે.
8. ખંડવર્ણચિહ્ન
( ... )
v ભાવની ચોટ સાધવા માટે
લેખક વાક્યને અધૂરું છોડી દઈ વાચકના મન પર ચોક્કસ અસર ઊભી કરવા માટે વાક્યને અંતે
આ ચિહ્ન મુકવામાં આવે છે.
-
દીકરીએ કહ્યું: “બાપુજી, હવે એક જ ચીજ બાકી છે કફન ...”
9. તિર્યક રેખા (ત્રાસી
લીટી) ( /)
v વાક્યમાં જયારે ઘણાં બધાં
વિકલ્પ આપવાનાં હોય ત્યારે તિર્યક રેખા વપરાય છે.
-
અહીં આપેલ ફોર્મમાં નામ/ઉંમર/માતા-પિતા/જાતિ/સરનામું/મતદાર ક્રમાંક વગેરે લખવા.
10. શબ્દતૂટક
રેખા (
- - - )
v શબ્દતૂટક રેખા ખાસ કરીને
અટકીને બોલતા શબ્દો દર્શાવવા વપરાય છે.
-
ક-ક-ક કમળ
-
હ-હ-હ- હરણ
11. ગુરુઅપસારણ ચિહ્ન ( :- )
v લખાણમાં સ્પષ્ટ વિભાગ
દર્શાવવા આ ચિહ્ન મુકાય છે.
-
વાણીના ચાર પ્રકાર છે :- પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી
No comments:
Post a Comment