Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Tuesday, March 16, 2021

Education Saurabh: Subject- Gujarati, Topic - Adverb

 Education Saurabh: Subject- Gujarati

        Today's topic is adverb

      Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Gujarati

Topic - Adverb

શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી  

        આજનો આપણો ટોપિક છે – ક્રિયાવિશેષણ  

      નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ  તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ગુજરાતી  

ટોપિક –  ક્રિયાવિશેષણ

ક્રિયાવિશેષણો : જે વિશેષણ (પદ) ક્રિયાના અર્થમાં વધારો કરે છે,તેને ક્રિયાવિશેષણ કહેવાય છે

દા. . : તે દોડે છે.    તે ખૂબ ઝડપથી દોડે છે.

ક્રિયાવિશેષણના પ્રકારો

1.   ક્રમવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયાનાં સમયનો કે સ્થળનો ક્રમ દર્શાવે તેને ક્રમવાચક ક્રિયાવિશેષણ કહે છે.

જેમ કે : આગળ,પાછળ,ફરી,પછી,અગાઉ,ઉપરાછાપરી,પહેલાં વગેરે.

ઉદાહરણ : વર્ગમાં આગળ-પાછળ બરાબર બેસો.

            ફરીથી આવો ત્યારે ચોક્કસ મળજો.

            શિષ્ય ગુરુની પાછળ જાય છે.

 

2.     સ્થળવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે તેને સ્થળવાચક ક્રિયાવિશેષણ કહે છે.

જેમ કે : અંદર,બહાર,આસપાસ,દૂર,પાસે,ઉપર,નીચે,હેઠળ,અહીં,ત્યાં,જ્યાં,ક્યાં

ઉદાહરણ : જીવરામ ભટ્ટ સાસરે જમવા ગયા.

            નિરીક્ષકે આસપાસ જોયું.

            ગાડી ત્યાં ઉભી છે.

 

3.     સમયવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયાનો સમય કે કાળ દર્શાવે તેને સમયવાચક ક્રિયાવિશેષણ કહે છે. જેમ કે :

ક્યારે,નિરંતર,અત્યાર,જયારે,ત્યારે,હમણાં,હવે,સદા,અવારનવાર,સર્વદા,હાલ,કદાપિ,કદી,વારંવાર,આજે,કાલે,સાંજનાં,વખતસર,અંતે,છેવટે વગેરે.

ઉદાહરણ : અયેશ ક્યારેય લેશન લાવતો નથી.

            તેના પિતા તેને અવારનવાર ફોન કરતા.

            તે કચેરીમાંથી હમણાં આવ્યો


4.     રીતવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયા કેવી રીતે થાય છે તે દર્શાવે તેને રીતવાચક ક્રિયાવિશેષણ કહે છે.

જેમ કે : આરીતે,જેમ,તેમ,માંડમાંડ,ચુપચાપ,એકદમ,એકાએક

ઉદાહરણ : ખતુડોશી મારી સામે ટગરટગર જોઈ રહ્યા.

            માંડમાંડ બસ મળી હતી.

            પંખી ધીમેધીમે ચાલે છે.


5.   હેતુ / કારણવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવે તેને હેતુ / કારણવાચક ક્રિયાવિશેષણ કહે છે. જેમ કે : , માટે.ટાઢે વગેરે.

ઉદાહરણ  : તે ટાઢે ઠરી ગયો.

             તમે બોલાવ્યા માટે હું આવ્યો

             રમેશ કેમ આવ્યો હતો

 

6.     પ્રમાણવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયાનાં (માપન)પ્રમાણને દર્શાવે તેને પ્રમાણવાચક ક્રિયાવિશેષણ કહે છે. જેમ કે : ખૂબ, થોડું, લગાર, જરીક, અતિ, ઘણું, અનહદ,તદ્દન,છેક,બસ, જરાક વગેરે.

ઉદાહરણ : માતા પોતાના બાળકને અનહદ પ્રેમ કરે છે.

            સૌને પરમાર માટે ખૂબ આદર હતો.

            તે તદ્દન થાકી ગયો છે.


7.     નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયા જરૂર બનશે કે બની એવો નિશ્ચયનો અર્થ દર્શાવે તેને નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ કહે છે. જેમ કે : અવશ્ય, ચોક્કસ, જરૂર, નક્કી, ખરેખર,બેધડક, નિ:શક વગેરે.

ઉદાહરણ : દક્ષા ગીત ચોક્કસ ગાશે.

            તેઓ રવિવારે નક્કી આવશે જ.


8.     સ્વીકારવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાનાં સ્વીકારનો અર્થ દર્શાવે તેને સ્વીકારવાચક ક્રિયાવિશેષણ કહે છે.જેમ કે : ભલે, છો, હા, છોને, સારું,વારુ,ઠીક, વગેરે 

ઉદાહરણ : રોશની ભલે આવતી.

            સારું, આ અંગે હું નિર્ણય કરીશ.

            આ સુધારા અમલમાં મુક્યા તે ઠીક થયું.

           

    નકારવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયાની નકારાત્મકતા દર્શાવે તેને નકારવાચક ક્રિયાવિશેષણ કહે છે. જેમ કે : નાં, નહિ, , નથી, માં વગેરે.

ઉદાહરણ  : હું પ્રવીણને નથી ઓળખતો.

            તમે જશો માં.

            અસત્ય બોલાય.

 

 સંભાવનાવાચક ક્રિયાવિશેષણ : જે વિશેષણ ક્રિયા બની છે કે બનશે તેની સંભાવનાનો અર્થ બતાવે તેને સંભાવનાવાચક ક્રિયાવિશેષણ કહે છે. જેમ કે: કદાચ, જાણે, રખે, શકે વગેરે.

ઉદાહરણ : હર્ષદ જાણે શરણાઈમાં વ્યથા રેડી રહ્યો હતો.

            કદાચ ન ફાવે તો ઘેર પાછા આવી જવા લેખકની બાએ કહ્યું.

            તેઓ કદાચ આવતીકાલે સુરતથી આવશે.


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર