Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Tuesday, February 9, 2021

Education Saurabh: General Knowledge. શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન વિષય - બંધારણ ટોપિક - બંધારણના ભાગો અને અનુસૂચીઓ

 Education Saurabh: General Knowledge.

          Today's topic is to get general knowledge about the constitution, to read various such general knowledge topics every day, you must visit Karamshi Kanzariya's blog.

Subject - Constitution of India

Topic - Parts and Schedules of the Constitution

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે બંધારણ,  સામાન્ય જ્ઞાનના આવા દરરોજ વિવિધ ટોપિક વાંચવા માટે કરમશી કણઝરીયા બ્લોગની મુલાકાત અવશ્ય લેજો. 

વિષય -  ભારતીય બંધારણ       

ટોપિક - બંધારણના ભાગો અને અનુસૂચિઓ


Ø ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા ?

જવાબ- 22

Ø ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી ?

જવાબ- 8

Ø ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા ?

જવાબ- 395

Ø હાલમાં ભારતના બંધારણમાં પેટા ભાગ સહિત કુલ કેટલા ભાગ છે?

જવાબ- 25

Ø હાલમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે?

જવાબ- 12

Ø હાલમાં ભારતના બંધારણમાં પેટા અનુચ્છેદ સહિત કુલ કેટલા અનુચ્છેદ છે? જવાબ- 444

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘સંઘ અને તેના રાજયક્ષેત્ર’નું વર્ણન કરવામાં આવ્યું છે?

જવાબ-ભાગ-1

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘નાગરિકતા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ- ભાગ-2

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘મૂળભૂત અધિકારો’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ- ભાગ-૩

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘માર્ગદર્શક સિદ્ધાંતો’નો ઉલ્લેખ છે?

જવાબ-ભાગ-4

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘મૂળભૂત ફરજો’નો ઉલ્લેખ છે?

જવાબ- ભાગ-4(A)

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘સંઘીય કારોબારી’ વિષે વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ- ભાગ-5

Ø બંધારણનાં ક્યાં ભાગમાં ‘રાજય કારોબારી’ વિષે વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ- ભાગ-6

Ø બંધારણના ક્યા ભાગમાં ‘બંધારણીય સુધારા’ ની જોગવાઈઓ આપવામાં આવી છે?

જવાબ- ભાગ-20

Ø બંધારણના ક્યા ભાગમાં ‘કટોકટી’ ની જોગવાઈઓ વિષે ઉલ્લેખ છે?

જવાબ- ભાગ-18

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી? 

જવાબ-પહેલા બંધારણીય સુધારા દ્વારા (1951)

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી? 

જવાબ- 52માં  (1985)

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી? 

જવાબ- 73માં  (1992)

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી? 

જવાબ- 74માં  (1992)

Ø બંધારણના ક્યા ભાગમાં ‘રાજભાષા’ અંગેની જોગવાઈ છે?

જવાબ- ભાગ-17

Ø બંધારણના ક્યા ભાગમાં ‘ચૂંટણીઓ’ અંગેની જોગવાઈ છે?

જવાબ- ભાગ-15

Ø ભારતના બંધારણનો કયો ભાગ ‘પંચાયત’ સંબંધિત છે?

જવાબ- ભાગ-9

Ø ભારતના બંધારણનો કયો ભાગ ‘નગરપાલિકા’ સંબંધિત છે?

જવાબ- ભાગ-9(A)

Ø ભારતના બંધારણનો કયો ભાગ ‘સહકારી મંડળી’ સંબંધિત છે?

જવાબ- ભાગ-9(B)

Ø બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજનાં વિષયોનો ઉલ્લેખ છે?

જવાબ- 11 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાનાં વિષયોનો ઉલ્લેખ છે?

જવાબ- 12 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ છે?

જવાબ- ચોથી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્રયાદી, રાજયયાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ- 7 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણમાન્ય 22 ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ- 8 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં ‘પક્ષપલટા વિરોધી કાયદા’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ- 10 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમા ‘શપથો અને પ્રતિજ્ઞાઓના નમુના’ આપવામાં આવ્યા છે?

જવાબ- ત્રીજી અનુસૂચિમાં

Ø બંધારણની 8મી અનુસૂચિમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 15મી માન્ય ભાષા તરીકે સિંધી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો?

જવાબ- 21 (1967)

Ø ઈ.સ.1992માં 71માં બંધારણીય સુધારા દ્વારા કુલ કેટલી ભાષાનો ઉમેરો  કરવામાં આવ્યો ?

જવાબ- 4 (કોંકણી,મણિપુરી,નેપાળી,ડોંગરી)

Ø ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલી માન્યભાષાઓ હતી?

જવાબ- 14

Ø ઈ.સ.2003માં 92માં બંધારણીય સુધારા દ્વારા કુલ કેટલી ભાષાનો ઉમેરો  કરવામાં આવ્યો ?

જવાબ- 3 (બોડો,મૈથિલી,સંથાલી)

Ø 2011માં 97માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો છે?

જવાબ- ભાગ-9(B)




No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા