Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Saturday, February 13, 2021

Education Saurabh: General Knowledge, Subject - Constitution of India, Topic - President

          Our topic today is the Indian Constitution.

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.

Subject - Constitution of India

 Topic - President

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – ભારતીય બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – રાષ્ટ્રપતિ

*    ભારત દેશના બંધારણીય વડા કોણ છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ ક્યા દેશ પાસેથી લેવામાં આવી છે?

જવાબ- બ્રિટન

*    ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા?

જવાબ- ડો.રાજેન્દ્ર પ્રસાદ

*    શ્રી રામનાથ કોવિંદ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે?

જવાબ- 14 માં

*    ભારતના પ્રથમ ગેરકોંગ્રેસી રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા?

જવાબ- વી.વી.ગીરી

*    ભારતના ક્યા રાષ્ટ્રપતિ બિનજોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા?

જવાબ- જ્ઞાની ઝૈલસિંહ

*    ભારતના ક્યા રાષ્ટ્રપતિએ સૌથી વધુ વખત વિટોનો ઉપયોગ કર્યો હતો?

જવાબ- જ્ઞાની ઝૈલસિંહ

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે?

જવાબ- અનુચ્છેદ-52

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કાર્યકાળ અંગેની જોગવાઈછે?

જવાબ- અનુચ્છેદ-56

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે?

જવાબ- અનુચ્છેદ-59

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની શપથ અંગેની જોગવાઈ છે?અનુચ્છેદ

જવાબ- 60

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન છે?

જવાબ- અનુચ્છેદ-61

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દેશના કોઈ પણ કાયદા અંગે માફી આપવાની સત્તા ધરાવે છે?

જવાબ- અનુચ્છેદ-72

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણુક કરે છે?

જવાબ- અનુચ્છેદ-80

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે?

જવાબ- અનુચ્છેદ-123

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે?

જવાબ- અનુચ્છેદ-331

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માંગી શકે છે?

જવાબ- અનુચ્છેદ-143

*    રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?

જવાબ- 35 વર્ષ

*    ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર ક્યા ગૃહમાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ?

જવાબ- લોકસભા

*    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારે કેટલી ડિપોઝીટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાની હોય છે?

જવાબ- 15000

*    રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા માટે ઉમેદવારે કાયદેસરના કેટલા મત મેળવવા જરૂરી છે?

જવાબ- 50% થી વધુ

*    રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે?

જવાબ- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

*    રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?

જવાબ- ઉપરાષ્ટ્રપતિ

*    લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોણ ધરાવે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના એટર્ની જનરલની નિમણુક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    નાણાપંચનાં અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતની આકસ્મિક નિધિના સંરક્ષક કોણ છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવાવની સત્તા કોની પાસે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે

     જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને વીટો સત્તા આપવામાં આવી છે?

જવાબ- અનુચ્છેદ-111

*    એક વ્યક્તિ કેટલીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે?

જવાબ- ગમે તેટલી વાર

*    ભારતમાં કેન્દ્રની કારોબારીનો અધ્યક્ષ કોણ હોય છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

જવાબ- મહાભિયોગ

*    ભારતના વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતની ત્રણેય સેનાનો સર્વોચ્ચ સેનાપતિ કોણ છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    ભારતના બંધારણ મુજબ કોઈપણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા કોણ ધરાવે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

*    રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે?

જવાબ- લોકસભાના અધ્યક્ષ

*    રાષ્ટ્રપતિનું પદ કોઈપણ કારણસર ખાલી પડે તો કેટલા સમયમાં ભરી દેવું જોઈએ?

જવાબ- 6 મહિનામાં

*    વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની ક્યા પ્રકારની સત્તા છે?

જવાબ- ધારાકીય

*    રાષ્ટ્રપતિ કઈ યાદીના વિષયો પર વટહુકમ બહાર પાડી શકે છે?

જવાબ- કેન્દ્રયાદી અને સંયુક્તયાદી

*    રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલો વટહુકમ સંસદની મંજૂરી વગર કેટલા દિવસ સુધી અમલમાં રહે છે?

જવાબ- 6 અઠવાડિયા (42 દિવસ)

*    ભારતના રાષ્ટ્રપતિએ અત્યાર સુધીમાં ક્યા કાયદામાં પોકેટ વિટોનો ઉપયોગ કર્યો છે?

જવાબ- ભારતીય ડાક અધિનિયમ

*    ભારતના સૌપ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા?

જવાબ- જ્ઞાની ઝૈલસિંહ

*    ભારતના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા?

જવાબ- શ્રીમતિ પ્રતિભા પાટિલ

*    ભારતના સૌપ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ બન્યા?

જવાબ- વી.વી.ગિરિ

*    ભારતના સૌપ્રથમ યુવાનવયે રાષ્ટ્રપતિ કોણ બન્યા?

જવાબ- નીલમ સંજીવ રેડ્ડી

*    ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ બન્યા?

જવાબ- ડો.ઝાકીર હુસેન

*    ભારતના રાષ્ટ્રપતિ ક્યાં અનુચ્છેદ મુજબ પછાત વર્ગના આયોગની નિમણુક કરે છે?

જવાબ- અનુચ્છેદ-340

*    ભારતના રાષ્ટ્રપતિ ક્યાં અનુચ્છેદ મુજબ ભાષાપંચની નિમણુક કરે છે?

જવાબ- અનુચ્છેદ-344

*    ભારતના રાષ્ટ્રપતિ ક્યાં અનુચ્છેદ મુજબ આંતરરાજય સમિતિની નિમણુક કરે છે?

જવાબ- અનુચ્છેદ-263


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર