Education Saurabh: General Knowledge
Our topic today is the Constitution.
General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzaria'.
Subject - Constitution of India
Topic - Rajya Sabha
શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન
આજનો આપણો ટોપિક છે – બંધારણ.
દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના
વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં
તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી
થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા
હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો..
વિષય - ભારતીય બંધારણ
ટોપિક – રાજ્યસભા
§ ભારતના બંધારણના ક્યા
અનુચ્છેદમાં રાજ્યસભા વિષે વર્ણન કરવામાં આવ્યું છે?
જવાબ- અનુચ્છેદ-80
§ ભારતમાં સૌપ્રથમ
રાજ્યસભાની રચના ક્યારે થઇ?
જવાબ- 3 એપ્રિલ,1952
§ રાજ્યસભાની સૌપ્રથમ બેઠક
ક્યારે મળી હતી?
જવાબ- 13 મે,1952
§ રાજ્યસભાના એક સભ્યની
મુદત કેટલી હોય છે?
જવાબ- 6 વર્ષ
§ રાજ્યસભામાં સૌથી વધુ
સભ્ય સંખ્યા ક્યાં રાજ્યની છે?
જવાબ- ઉત્તરપ્રદેશ
§ રાજ્યસભામાં ઉત્તરપ્રદેશ
રાજ્યની સભ્ય સંખ્યા કુલ કેટલી છે?
જવાબ- 31
§ હાલમાં રાજ્યસભાની સભ્ય
સંખ્યા કુલ કેટલી છે?
જવાબ- 245
§ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં
કેટલા સભ્યોની નિમણુક કરે છે?
જવાબ- 12
§ રાજ્યસભાની સભ્ય સંખ્યા
વધુમાં વધુ કેટલી રાખી શકાય છે?
જવાબ- 250
§ રાજ્યસભાના સભ્ય બનવા
માટે ઓછામાં આછી કેટલી ઉંમર હોવી જોઈએ?
જવાબ- 30 વર્ષ
§ રાજ્યસભાના 1/3 સભ્યો દર કેટલા વર્ષે
નિવૃત થાય છે?
જવાબ- 2 વર્ષે
§ રાજ્યસભામાં કોરમ માટે
નક્કી કરવામાં આવેલ સંખ્યા કેટલી છે?
જવાબ- 25
§ રાજ્યસભાના સભાપતિ કોણ
હોય છે?
જવાબ- ઉપરાષ્ટ્રપતિ
§ રાજ્યસભાના સભાપતિ
પોતાનું રાજીનામું કોને આપે છે?
જવાબ- રાષ્ટ્રપતિ
§ રાજ્યસભાના ઉપસભાપતિ
પોતાનું રાજીનામું કોને આપે છે?
જવાબ- સભાપતિ
§ રાજ્યસભાના સૌપ્રથમ મહિલા
મહાસચિવ કોણ બન્યા હતા?
જવાબ- વી.એસ.રમાદેવી
§ રાષ્ટ્રપતિએ સૌપ્રથમ ક્યા
ફિલ્મ અભિનેતાને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણુક કરી હતી?
જવાબ- પૃથ્વીરાજ કપૂર
§ રાષ્ટ્રપતિએ સૌપ્રથમ કઈ
ફિલ્મ અભિનેત્રીને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણુક કરી હતી?
જવાબ- નરગિસ દત્ત
§ બંધારણના ક્યા અનુચ્છેદ
મુજબ રાજ્યસભા કાયમી ગૃહ છે?
જવાબ- અનુચ્છેદ-83
§ રાષ્ટ્રપતિએ સૌપ્રથમ ક્યા
ક્રિકેટરની રાજ્યસભાના સભ્ય તરીકે નિમણુક કરી હતી?
જવાબ- સચિન તેંડુલકર
§ રાજ્યસભા સંસદનું કયું
ગૃહ કહેવાય છે?
જવાબ- ‘ઉપલું ગૃહ’
§ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં
રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ વિશેની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ - 89
No comments:
Post a Comment