Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Monday, February 22, 2021

General Knowledge : Subject - Constitution of India, Topic - Union Budget

 Education Saurabh: General Knowledge

        Our topic today is the Constitution.

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzaria'.

Subject - Constitution of India

Topic - Union Budget

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

        આજનો આપણો ટોપિક છે – બંધારણ.

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – કેન્દ્રીય બજેટ

ü ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કેન્દ્રના બજેટ અંગેની જોગવાઈ કરવામાં આવી છે?

જવાબ- અનુચ્છેદ-112

ü ભારતની સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજુ કોણે કર્યું હતું?

જવાબ- મોરારજી દેસાઈ

ü ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં પ્રત્યયાનુંદાનઅનેલેખાનુદાનની જોગવાઈ કરવામાં આવી છે?

જવાબ- અનુચ્છેદ -116

ü કોને લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેકકહેવામાં આવે છે?

જવાબપ્રત્યયાનુંદાન

ü ભારતીય બજેટ પદ્ધતિના પિતા તરીકે કોણ ઓળખાય છે?

જવાબજેમ્સ વિલ્સન

ü ભારતના રેલવે બજેટને ક્યારથી સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં  આવ્યું?

જવાબ..1921થી,  એડવર્થ કમિટિની ભલામણથી

ü કોની મંજૂરી વગર કેન્દ્ર સરકાર ભારતની સંચિતનિધિમાંથી નાણાં ઉપાડી શકતી નથી?

જવાબસંસદ 

ü કોની મંજૂરી વગર કેન્દ્ર સરકાર ભારતની આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડી શકતી નથી?

જવાબરાષ્ટ્રપતિ

ü ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યો માટે સંચિતનિધિની  જોગવાઈ કરવામાં આવી છે?

જવાબઅનુચ્છેદ-266

ü ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાજ્યોમાં આકસ્મિકનિધિની  જોગવાઈ કરવામાં આવી છે?

જવાબઅનુચ્છેદ-267 



No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર