Education Saurabh: Subject- Gujarati
Today's topic is - destruction
Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.
Subject - Gujarati
Topic - Destruction
શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી
આજનો આપણો ટોપિક છે – નિપાત
નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા
સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત
લેતા રહેશો.
વિષય - ગુજરાતી
ટોપિક – નિપાત
v ભાષામાં
કેટલાક ઘટકો છે જે વાક્યમાં ભાર, આગ્રહ, વિનંતી, કે સીમામર્યાદા
વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે તેને નિપાત કહે છે.
નિપાતના
મુખ્ય ચાર પ્રકાર છે.
1. ભારવાચક 2. સીમાવાચક
3. વિનયવાચક 4. પ્રકીર્ણ-લટકણિયાંરૂપ
1.ભારવાચક
નિપાત : જે નિપાત
ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત કહે છે.
ભારવાચક નિપાત - જ,તો,ય,પણ,સુદ્ધા
1.
અયેશ જ આ લખી શકશે.
2.
મને તો ગણિત જ અઘરું લાગે
છે.
3.
પાર્થ પણ વાર્તા
કહેશે.
4.
ભણેલા સુદ્ધા આવી ભૂલ
કરે છે.
5. બધાય વિષયોની તૈયારી કરવી.
2. સીમાવાચક
નિપાત : જેમાં કોઈ
સીમા કે મર્યાદાનો અર્થ અભિવ્યકત થતો હોય તે સીમાવાચક નિપાત કહે છે.
સીમાવાચક નિપાત- ફક્ત, કેવળ, માત્ર, તદ્દન, સાવ, છેક વગેરે.
1.
ફક્ત તમારા માન ખાતર હું આવીશ.
2.
સુજલભાઈ માત્ર તમને
આમંત્રણ છે.
3.
તદ્દન સામાન્ય વાતમાં જઘડો થયો.
4.
મેળામાં તે સાવ એકતો પડી
ગયો.
5.
છેક આવું થશે તેની કલ્પના ન હતી.
6. નિર્મિતભાઈ કેવળ તમારા આગ્રહના કારણે હું આવ્યો.
3. વિનયવાચક
નિપાત :
જેમાં વિનય, આદર કે
વિવેક અભિવ્યક્ત થતો હોય તો તેને વિનયવાચક નિપાત કહે છે.
વિનયવાચક નિપાત-જી
1.
પંડિતજી હમણાં આવે છે.
2.
સ્વામીજી હાજર હતા.
3.
પૂજ્ય પિતાજી,
4. પૂજ્ય ગુરુજી,
4. પ્રકીર્ણ-લટકણિયાંરૂપ નિપાત : જે નિપાતમાં વિનતી, આગ્રહ કે અનુમતિનો અર્થ અભિવ્યકત થતો હોય અથવા ક્યારેક માત્ર લટકણિયાં રૂપે પ્રયોજાય ત્યારે તેને લટકણિયાંરૂપ નિપાત કહે છે.
લટકણિયાંરૂપ નિપાત- કે, ને, એમ કે, તો, કેમ, ખરુંને
વગેરે
1. જિજ્ઞાસા
મારી વાત માનશે ને.
2. થોડીક ચા
લેશો કે?
3. અપેક્ષા
મને તું વિશાખાનું સરનામું લખાવ તો.
4. મને એમ કે પ્રાર્થના
દોડી શકશે.
5. રોયલ પાછી
આવી, કેમ ?
6. સંકલ્પ
ટકાવવો અઘરો છે, ખરુંને ?
No comments:
Post a Comment