Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Thursday, March 4, 2021

Education Saurabh: Subject- Gujarati, Topic - Pronouns and their types

 Education Saurabh: Subject- Gujarati

        Our topic today is - pronouns and their types

      Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Gujarati

Topic - Pronouns and their types

શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી  

        આજનો આપણો ટોપિક છે – સર્વનામ અને તેના પ્રકારો  

      નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ  તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ગુજરાતી  

ટોપિક –  સર્વનામ અને તેના પ્રકારો 

સર્વનામ : જે શબ્દને (પદ) નામના સ્થાને,નામની અવેજીમાં, નામના બદલે વાપરવામાં આવે તને સર્વનામ કહે છે . અથવા એકનું એક નામ ફરી ફરી બોલવા કે લખવાને બદલે તે નામને જે ટૂંકી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે આવે તેને સર્વનામ કહે છે.

દાખલ તરીકે  : હૂં, તૂ, તમે, અમે, પોતે, આપ, આપણે, , પેલું,

v સર્વનામના છ પ્રકાર છે.

1.     પુરુષવાચક સર્વનામ : જુદી-જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વાપરતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છે.પુરુષવાચક સર્વનામ ત્રણ પ્રકારના છે. પહેલો, બીજો, ત્રીજો

ઉદાહરણ: હું પ્રાર્થના છું. તુ જિજ્ઞાસા છે.

          અમે રમત રમીએ છીએ.

          તેઓ ગીત ગાય છે.

 

2.     સાપેક્ષ સર્વનામ : પ્રાણી કે પદાર્થના નામને બદલે વપરાયેલાં એકબીજાની અપેક્ષા રાખતાં જોડકાં છે, તેથી તે સાપેક્ષ સર્વનામ કહેવાય છે. ‘જેસાથે તેની અપેક્ષા રહે છે, ‘જેવુંસાથે તેવુંની અપેક્ષા રહે છે. જેમ કે : જે..તે,

ઉદાહરણ : જે જાય તે ખાય

            જેવું કરે તેવું પામે

 

3.     પ્રશ્નવાચક સર્વનામ : નામને બદલે વાપરતાં અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતાં પદોને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. જેમ કે: કોણ, શું, કયું

ઉદાહરણ : પેલા ઓરડામાં કોણ ફરે છે.

            તમારે શું જોઈએ છે.

            તમારું પુસ્તક કયું છે.

 

4.     દર્શક સર્વનામ : પાસેની કે દૂરની પણ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામને દર્શક સર્વનામ કહે છે. જેમ કે :, , પેલી

ઉદાહરણ : તમને કઈ ચાદર ગમી?કે પેલી

            જુઓ, દેખાય.

 

5.     અનિશ્ચયવાચક સર્વનામ : જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી અર્થાત જેનો નિર્દેશ અનિશ્ચિત રહે છે, તેને અનિશ્ચયવાચક સર્વનામ કહે છે. જેમ કે : કાંઈ, કાંઈક, કોઈક, કેટલાંક, સૌ, અન્ય, બીજું

ઉદાહરણ : તમે કાંઈ કહેશો.

            કોઈકે બૂમ પાડી.


6.     સ્વવાચક સર્વનામ : જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવે છે તેને સ્વવાચક સર્વનામ કહે છે. જેમ કે : પોતે, ખુદ

ઉદાહરણ : અમે પોતે આમંત્રણ આપ્યું.

            તમે ખુદ ત્યાં હાજર રહેજો.

 

 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર