Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Saturday, March 6, 2021

Education Saurabh: Subject- Gujarati, Topic - Spelling rules

 Education Saurabh: Subject- Gujarati

        Today's topic is spelling rules

      Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Gujarati

Topic - Spelling rules

શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી  

        આજનો આપણો ટોપિક છે – જોડણીના નિયમો  

      નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ  તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ગુજરાતી  

ટોપિક –  જોડણીના નિયમો   

Þ  બે અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ આવે છે.

દા.ત. : બીક, ભીખ, ફૂલ, દૂધ, ખૂબ વગેરે

Þ  ચાર કે વધુ અક્ષરવાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં ‘ઇ’ કે ‘ઉ’ હ્સ્વ આવે છે.

દા.ત. : પિચકારી, ખિસકોલી, કિલકિલાટ, હુલામણું, ઉપયોગ વગેરે

Þ  ‘ઇ’ કે ‘ઉ’ પછી જોડાક્ષર આવતો હોય તો ‘ઇ’ કે ‘ઉ’ હ્સ્વ કરવાં.

દા.ત. : શિસ્ત, જિલ્લો, નિષ્ક્રિય, સિદ્ધિ, જુસ્સો, ઉત્સુક, લુચ્ચો, સિક્કો વગેરે

Þ  એકાક્ષરી શબ્દોમાં દીર્ઘ ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ આવે છે.

દા.ત. : શ્રી, ફી, જી, લૂ, ભૂ, જૂ વગેરે

Þ  અનુસ્વાર સાથેના એકાક્ષરમાં હ્સ્વ ‘ઉ’ આવે છે.

દા.ત. : હું. તું, શું વગેરે

Þ  શ્રેષ્ઠતાદર્શક શબ્દોમાં ‘ઇસ્ટ’ નહિ પણ ‘ઇષ્ઠ’ આવે છે.

દા.ત. : વશિષ્ઠ, વરિષ્ઠ, કનિષ્ઠ, ગર્વિષ્ઠ વગેરે

Þ  ઇષ્ટ માં ‘ઇ’ હ્સ્વ હોય છે.

દા.ત. : શિષ્ટ, અનિષ્ટ, પરિશિષ્ટ વગેરે

Þ  કેટલાક શબ્દો બોલતાં ભાર આવે ત્યાં દીર્ઘ ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ આવે

દા.ત. : દાગીનો, ઝેરીલો, નમૂનો, અંગૂઠો વગેરે

Þ  શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઇન્દ્ર’ માં ‘ઈ’  દીર્ઘ આવે છે.

દા.ત. : જગદીશ, ગિરીશ, રવીન્દ્ર, હરીન્દ્ર વગેરે

Þ  શબ્દના અંતે અનીય, ઈન, ઈય, કે કી, આવે તો દીર્ઘ ‘ઈ’ આવે છે.

દા.ત. :વંદનીય, પૂજનીય, કુલીન, આત્મીય, રમણીય, રાજકીય, વૈદકીય.

અપવાદ : મલિન, પુલિન વગેરે

Þ  ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્સ્વ હોય છે.

દા.ત. : નડિયાદ, ફરજિયાત, ક્ષત્રિય, શિયાળો, બિયારણ, હોશિયાર વગેરે

Þ  શબ્દમાં આવતા રેફ પૂર્વે ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ આવે છે.

દા.ત. : તીર્થ, કીર્તિ, પૂર્ણ, વગેરે 

Þ  ‘ઈલ’ અને ‘ઇત’ પ્રત્યય આવતો હોય ત્યાં ‘ઇ’ હ્સ્વ આવે છે.

દા.ત. : અનિલ, સલિલ, કથિત, ખંડિત વગેરે

અપવાદ : સુશીલા, નીલકમલ

Þ  ‘અધીન’માં દીર્ઘ ‘ઈ’ આવે છે.

દા.ત. : સ્વાધીન, પરાધીન, સ્નેહાધીન વગેરે

Þ  ‘ઈક્ષ’ અને ‘ઈક્ષા’ માં દીર્ઘ ‘ઈ’ હોય છે.

દા.ત. : પરીક્ષા, સમીક્ષા, નિરીક્ષણ, પરીક્ષણ, પરીક્ષક વગેરે 

Þ  ‘વતી’ કે ‘મતી’ લાગે ત્યારે દીર્ઘ ‘ઈ’ થાય છે.

દા.ત. : રૂપમતી, સરસ્વતી, કલાવતી, ભગવતી, શ્રીમતી વગેરે

Þ  ‘ગીરી’ શબ્દને અંતે દીર્ઘ ‘ઈ’ બને છે.

દા.ત. : યાદગીરી, કામગીરી, દાદાગીરી વગેરે

અપવાદ: નીલગિરિ, હિમગિરિ વગેરે

Þ  ‘ઇક’ કે ઇકા’ પ્રત્યયમાં હંમેશા ‘ઇ’ હ્સ્વ લખાય છે.

દા.ત. : ભૌગોલિક, ધાર્મિક, સામાજિક, શિક્ષિકા, માર્ગદર્શિકા, પુસ્તિકા વગેરે

અપવાદ : રમણીક

Þ  વિશેષણ પરથી બનતા નામોમાં પહેલો અક્ષર દીર્ઘ હોય ત્યાં બીજો અક્ષર પણ દીર્ઘ રહે છે.

દા.ત. : ઢીલું-ઢીલાશ, મીઠું-મીઠાઈ, ચીકણું-ચીકાશ વગેરે

Þ  શબ્દના છેડે આવતા ‘ણૂક’ માં ‘ઊ’ દીર્ઘ આવે છે.

દા.ત. : નિમણૂક, વર્તણૂક વગેરે



No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા