Education Saurabh: Subject- Gujarati
Our topic today is - verbs and their types
Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.
Subject - Gujarati
Topic - Verbs and their types
શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી વ્યાકરણ
આજનો આપણો ટોપિક છે – ક્રિયાપદ અને તેના પ્રકારો
નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા
સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત
લેતા રહેશો.
વિષય - ગુજરાતી
ટોપિક – ક્રિયાપદ અને તેના પ્રકારો
ક્રિયાપદ :
વાક્યમાં ક્રિયાનું પ્રધાનપણે વર્ણન કરતા પદને
ક્રિયાપદ કહે છે. ક્રિયાપદ વાક્યનો વિચાર
બાંધે છે, ક્રિયાને વર્ણવતું અને
કર્તા-કર્મ લેતું પદ તે
ક્રિયાપદ.
ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે : 1.અકર્મક
ક્રિયાપદ 2.સકર્મક ક્રિયાપદ
v અકર્મક ક્રિયાપદ : કર્તા ક્રિયા કરે છે અને
તેનું ફળ ભોગવે છે આવું હોય ત્યારે તેને
અકર્મક ક્રિયાપદ કહેવાય છે. કર્મ વિનાના એટલે કે અકર્મક ક્રિયાપદ. મુખ્યત્વે સ્થિતિ અને ગતિવાચક
ક્રિયાપદ અકર્મક હોય છે.
દાખલા તરીકે : હું જાઉં છુ.
રમેશ રડે છે.
વિદ્યાર્થીઓ શાળામાં જાય છે.
અમે બોરીવલીમાં રહીએ છીએ.
v સકર્મક ક્રિયાપદ : ક્રિયા કર્તા કરે છે પણ
તેનું ફળ કર્મ ભોગવે છે. આવું હોય તેને સકર્મક ક્રિયાપદ કહેવાય છે. કર્મવાળા એટલે કે સકર્મક
ક્રિયાપદ.
દાખલા તરીકે : વૃક્ષ ફળ આપે છે.
હું ચોપડી વાંચું છું.
તમે પત્ર લખો છો.
પૂજા પૈસા માંગે છે.
યાદ રાખો - સકર્મક ક્રિયાપદને એકથી વધુ કર્મ હોઈ શકે છે
દાખલા તરીકે : શિક્ષક વિદ્યાર્થીને
ઈતિહાસ ભણાવે છે.
તું મને પૂરી વાત કહે.
3. ક્રિયાપદના આ ઉપરાંત પણ કેટલાંક પ્રકાર પડી શકે છે.
v દ્વિકર્મક ક્રિયાપદ : સકર્મક ક્રિયાપદમાં બે
કર્મો આવે ત્યારે દ્વિકર્મક ક્રિયાપદ કહેવાય છે.
દાખલ તરીકે : શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી.
સમજુતી : વાર્તા મુખ્ય કર્મ છે,
વિદ્યાર્થીને ગૌણ કર્મ છે.
v સંયુક્ત ક્રિયાપદ : બે ક્રિયાપદો સંયુક્ત
રીતે એક જ ક્રિયા દર્શાવે છે,ત્યારે તે સંયુક્ત ક્રિયાપદ કહેવાય છે.
દાખલા તરીકે : જય પડી ગયો.
તમે ખાઈ લો.
કામ કરી નાખો.
v સહાયકારક ક્રિયાપદ : જે ક્રિયાપદ કાળ અને અર્થ
સૂચવવામાં મુખ્ય ક્રિયાપદને સહાય કરે તેને સહાયકારક ક્રિયાપદ કહે છે.
દાખલા તરીકે : નીતા અમદાવાદ ગઈ
હશે.
રસિક ગામડે ગયો હતો.
v ભાવકર્તુક ક્રિયાપદ : જેનો કર્તા ક્રિયાપદમાં જ સમાયેલો હોય છે, ક્રિયાનો ભાવ એ જ કર્તા હોવાથી તેમને ભાવકર્તુક ક્રિયાપદ કહેવાય છે.
દાખલા તરીકે : (તે) ઊંઘમાં હસે છે.
No comments:
Post a Comment